➤ SCE PATRAK 'A' RACHANATMAK MULYANKAN PATRAK FOR STD 3 TO 8@gcert.gujarat.govt.in
રચનાત્મક મૂલ્યાંકન પત્રક
➽ SCE PATRAK "A"
- ધોરણ 3 થી 8 માં ધોરણવાર,વિષયવાર અને સત્રવાર અલગ-અલગ પત્રકો ભરવાના છે.
- જે વિષયમાં 20 કરતા વધારે અધ્યયન ઉપલબ્ધીઓ હોય ત્યાં પ્રતિનિધિરૂપ પસંદ થયેલ 20 અધ્યયન ઉપલબ્ધીઓના માત્ર ક્રમાંકો પત્રકમાં દર્શાવવા.
- જે વિષય માં 20 કરતા ઓછી અધ્યયન ઉપલબ્ધીઓનું હોય ત્યાં તમામ ઉપલબ્ધીઓનો ક્રમ પત્રકમાં દર્શાવવો.
- જે તે અધ્યયન ઉપલબ્ધીઓનું મૂલ્યાંકન કરતા અધ્યયન ઉપલબ્ધીઓ સિદ્ધ થઇ હોય તો ખરા (✓) ની નિશાની કરવી.થોડી ઘણી કચાશ રહી હોય તો પ્રશ્નાર્થ (?) ની નિશાની કરવી. જો વિદ્યાર્થીને કશું જ ના આવડે એટલે કે અધ્યયન ઉપલબ્ધી સિદ્ધ ના થાય તો ચોકડી (X) ની નિશાની કરવી.
- જે તે વિષયમાં જેમ જેમ અભ્યાસક્રમ આગળ વધે તેમ તેમ જે તે અધ્યયન ઉપલબ્ધીઓ/પ્રકરણનું શિક્ષકે વિવેકબુદ્ધિથી બાળકોના અવલોકનના આધારે મૂલ્યાંકન કરવું.
- જે વિદ્યાર્થીને ચોકડી ની કે પ્રશ્નાર્થ ની નિશાની થઇ હોય તેના માટે તરત જ અન્ય પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરી પુનઃઅધ્યાપન કરી પુનઃમુલ્યાંક્ન કરવું.તેમાં વિદ્યાર્થી ઉચ્ચ સિદ્ધિ મેળવે ત્યારે તેના આધારે સબંધિત નિશાની કરવી.
- ખરાની નિશાની અધ્યયન ઉપલબ્ધીઓની ઉત્કૃષ્ટ કક્ષાની સિદ્ધિ દર્શાવે છે. પ્રશ્નાર્થની નિશાની દર્શાવે છે કે બાળક અધ્યયન ઉપલબ્ધીઓને સમજવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે ચોકડી(X )ની નિશાની દર્શાવે છે કે બાળક અધ્યયન ઉપલબ્ધિઓની સમજ અભિવ્યક્ત કરી શકતું નથી.
- એક જ વિદ્યાર્થી માટે જે તે અધ્યયન ઉપલબ્ધી ખાનામાં એકથી વધુ ચોકડીની નિશાની ,એક થી વધુ પ્રશ્નાર્થની નિશાની હોય શકે ,પરંતુ ખરાની નિશાની માત્ર એક જ વાર આવશે.ખરાની નિશાની આવે તે માટે શિક્ષકે સંનિષ્ટ રેતે શક્ય પ્રમાણમાં પ્રયત્ન કરવા.
- વિદ્યાર્થીના નામ સામે સત્રાન્તરે દરેક નિશાનીઓની કુલ સંખ્યાની ગણતરી કરી,'X ', '?', '✓' ની નિશાનીની સંખ્યા જે તે ખાનામાં દર્શાવવી.
- પ્રથમ સત્રમાં પસંદ કરેલ અધ્યયન ઉપલબ્ધીઓ સત્રમાં પણ આવી શકે.
- નીચે આપેલ સૂત્રની મદદથી 40 માંથી ગુણ મળશે. આ ગુણપત્રક - A ના 40 માંથી મેળવેલ ગુણના કોલમમાં દર્શાવવા
40
મેળવેલ ગુણ = .................................................. X '✓' નિશાનીની કુલ સંખ્યા
સત્રની કુલ ક્ષમતાઓની સંખ્યા
દા.ત. કોઈ વિદ્યાર્થીએ ધોરણ 5 ના ગણિતના વિષયમાં 16 અધ્યયન ઉપલબ્ધીઓમાંથી 12 અધ્યયન ઉપલબ્ધીઓની અંદર '✓' ની નિશાની મેળવી છે. તો તેની ગણતરી નીચે પ્રમાણે થાય.
40
મેળવેલ ગુણ = ............. X 12 = 30
16
- એક જ વિદ્યાર્થી માટે જે તે અધ્યયન ઉપલબ્ધીઓના સામેના ખાનામાં દર્શાવેલી કુલ નિશાનીઓ શિક્ષકે તે વિદ્યાર્થી માટે તે અધ્યયન ઉપલબ્ધીઓ સિદ્ધ કરવા માટે કરેલા પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે.
- બંને સત્રમાં દરેક વિષયમાં આ રીતે રચનાત્મક મૂલ્યાંકન કરવું.
No comments:
Note: Only a member of this blog may post a comment.