13 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava

13 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava


1. તાજેતરમાં કયા ફૂટબોલ ક્લબે IFA શીલ્ડ 2026નો ખિતાબ જીત્યો?

(A) ઈસ્ટ બંગાળ એફસી
(B) મોહન બાગાન સુપર જાયન્ટ
(C) પંજાબ એફસી
(D) નોર્થઈસ્ટ યુનાઇટેડ એફસી 

  • મોહન બાગાન સુપર જાયન્ટ ફૂટબોલ ક્લબે તેમના કટ્ટર હરીફ ઈસ્ટ બંગાળ એફસીને ૧-૦ થી હરાવીને IFA શીલ્ડ 2026નો ખિતાબ જીતી લીધો છે.
  • ભારતીય ફૂટબોલ એસોસિએશન (IFA) દ્વારા આયોજિત વિશ્વની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટોમાંની એક એવી IFA શીલ્ડની ૧૨૬મી આવૃત્તિ હતી.
  •  કોલકાતાના ઐતિહાસિક વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ (સોલ્ટ લેક સ્ટેડિયમ) ખાતે રમાઈ હતી.
  • મોહન બાગાનનો આ એકંદર ૨૨મો IFA શીલ્ડ ખિતાબ છે. આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ૨૯ વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ ઈસ્ટ બંગાળના નામે છે


2. તાજેતરમાં 2026નો ચાઇના ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો?

(A) મિરા એન્ડ્રીવા 
(B) ઝેંગ ક્વિનવેન
(C) આરીના સબાલેન્કા
(D) ઇગા સ્વાઇટેક

  • બેઇજિંગમાં રમાયેલી ફાઇનલ મેચમાં, ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી અને પેરિસ ઓલિમ્પિક ચેમ્પિયન ઝેંગ ક્વિનવેને રશિયાની ચોથી ક્રમાંકિત ખેલાડી મિરા એન્ડ્રીવાને રોમાંચક મુકાબલામાં 7-5, 6-4 થી હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
  • ઝેંગ ક્વિનવેન ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર સૌપ્રથમ ચાઇનીઝ ખેલાડી બન્યા છે. આ સાથે તેઓ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ખેલાડી પણ બન્યા છે.
  • ઝેંગ ક્વિનવેનના કરિયરનું આ પ્રથમ WTA 1000 ટાઇટલ છે અને તેમના કરિયરનું એકંદર છઠ્ઠું WTA ટૂર ટાઇટલ છે

3. તાજેતરમાં સમાચારમાં રહેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક કયા રાજ્યમાં આવેલો છે?

(A) રાજસ્થાન
(B) મધ્ય પ્રદેશ
(C) ગુજરાત
(D) મહારાષ્ટ્ર

  • આ પાર્ક ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા નજીક ભારત-પાકિસ્તાન સરહદે આવેલો છે.
  • વિશ્વનો સૌથી મોટો પાર્ક: તે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક (સૌર અને પવન ઊર્જા મિશ્રિત) છે.
  •  આ મેગા પ્રોજેક્ટ કચ્છના રણના આશરે ૭૨,૬૦૦ હેક્ટર (આશરે ૮૦૦ ચોરસ કિલોમીટર) જેટલા વિશાળ ઉજ્જડ વિસ્તાર પર ફેલાયેલો છે.
  • આ પાર્કની કુલ લક્ષિત ઉત્પાદન ક્ષમતા ૩૦ ગીગાવોટ (30 GW) થી ૩૭ ગીગાવોટ જેટલી છે.
4. તાજેતરમાં  'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' (Fit India Sundays on Cycle) ની 94મી આવૃત્તિનું મુખ્ય આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

(A) અમદાવાદ
(B) વારાણસી
(C) નવી દિલ્હી
(D) સુરત

  •  'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' ના 94મા કાર્યક્રમનું મુખ્ય આયોજન ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસી ખાતે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સાયકલ રેલીનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
  • આ વખતનો આખો કાર્યક્રમ "નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત" (Nasha Mukt Yuva for Viksit Bharat) ની થીમ પર આધારિત...
  • આ સાયકલ રેલી વારાણસીના પ્રખ્યાત નમો ઘાટ (Namo Ghat) થી શરૂ થઈને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના દીક્ષા મંડપ સુધી યોજાઈ હતી. આશરે 5.5 કિલોમીટર લાંબી આ રેલીમાં 500 થી વધુ સાયકલિસ્ટ અને 1,000 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
5. INS સહ્યાદ્રી ઇન્દ્ર-2026 કસરતમાં ભાગ લેવા ક્યાં પહોંચ્યું હતું?

(A) પ્લાયમાઉથ, યુનાઇટેડ કિંગડમ
(B) વ્લાદિવોસ્તોક, રશિયા
(C) તુલોન, ફ્રાન્સ
(D) ટોક્યો, જાપાન

  • ભારતીય નૌકાદળનું મલ્ટિ-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS સહ્યાદ્રી તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય નૌકાભ્યાસ 'ઇન્દ્ર-2026' (INDRA 2026) માં ભાગ લેવા માટે રશિયાના વ્લાદિવોસ્તોક (Vladivostok) બંદરે પહોંચ્યું હતું.
  • આ દ્વિપક્ષીય નૌકાભ્યાસ 13 થી 18 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે.
  •  'ઇન્દ્ર-2026' યુદ્ધાભ્યાસ બે તબક્કામાં યોજાશે. પ્રથમ 'હાર્બર ફેઝ' (બંદર તબક્કો) વ્લાદિવોસ્તોક ખાતે યોજાશે, જેમાં વ્યાવસાયિક ચર્ચાઓ અને ઓપરેશનલ પ્લાનિંગ થશે. ત્યારબાદ બીજો 'સી ફેઝ' (દરિયાઈ તબક્કો) જાપાનના સમુદ્ર (Sea of Japan) માં યોજાશે, જ્યાં બંને દેશોના જહાજો લાઈવ ફાયરિંગ અને એન્ટી-એરક્રાફ્ટ ડ્રીલ જેવી જટિલ કવાયતો કરશે.
6. તાજેતરમાં 'યુનેસ્કો ગર્લ્સ એન્ડ વિમેન્સ એજ્યુકેશન પ્રાઇઝ 2026' કયા શહેરમાં યોજાયો હતો?

(A) પેરિસ
(B) ન્યૂયોર્ક
(C) લંડન
(D) નવી દિલ્હી

 આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ 9 ઓક્ટોબર 2026 ના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલ UNESCO Headquarters ખાતે યોજાયો હતો. 
આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child - 11 ઓક્ટોબર) ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો.
• વર્ષ 2026 માટે આ પુરસ્કાર બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો છે:
1. મોરોક્કો (Morocco): એનજીઓ પ્રોજેક્ટ સોર દ્વારા સંચાલિત 'Project Soar in a Bag'. આ પ્રોજેક્ટ વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતી કન્યાઓને શિક્ષણમાં ટકી રહેવા અને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે.
2. પેરુ (Peru): કેર પેરુ (CARE Peru) નો 'Girls with Opportunities' (GWO) પ્રોજેક્ટ. આ પહેલ ગ્રામીણ અને આદિવાસી કિશોરીઓને તેમનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરવામાં અને ભવિષ્યની તકો મેળવવામાં મદદ કરે છે.

7. ISSF વર્લ્ડ કપ 2026માં ઉદયવીર સિદ્ધુએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો?

(A) સિલ્વર મેડલ 
(B) બ્રોન્ઝ મેડલ 
(C) ગોલ્ડ મેડલ
(D) એકપણ નહીં

ઉદયવીર સિદ્ધુએ તાજેતરમાં ઇજિપ્તના કૈરો ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2026માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીત્યો છે.
ઉદયવીર સિદ્ધુએ ફાઇનલમાં 240.6 પોઇન્ટનો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે જર્મનીના મલ્ટિ-ઓલિમ્પિક મેડલિસ્ટ ક્રિશ્ચિયન રેઇત્ઝને (240.1 પોઇન્ટ) માત્ર 0.5 પોઇન્ટના નજીવા તફાવતથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

8.તાજેતરમાં ઓક્ટોબર ૨૦૨૬માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું 'સુધા ગોપાલકૃષ્ણન બ્રેઈન સેન્ટર' કઈ સંસ્થામાં આવેલું છે?

(A) IIT મુંબઈ
(B) IIT દિલ્હી
(C) IIT મદ્રાસ
(D) IISc બેંગ્લોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઈની મુલાકાત દરમિયાન તમિલનાડુમાં IIT મદ્રાસ કેમ્પસ ખાતે આ અત્યાધુનિક 'સુધા ગોપાલકૃષ્ણન બ્રેઈન સેન્ટર' (SGBC) ને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
આ કેન્દ્ર ઉચ્ચ-રિઝોલ્યુશન ઈમેજિંગ (High-resolution imaging) અને કમ્પ્યુટેશનલ ટેકનોલોજી દ્વારા મનુષ્યના મગજનું સેલ્યુલર સ્તરે (કોષોના સ્તરે) વિશ્વનું સૌથી વિગતવાર 3D ડિજિટલ મેપિંગ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
વડાપ્રધાને આ સેન્ટરની મુલાકાત વખતે માનવ જીવનકાળ (ગર્ભથી લઈને વૃદ્ધાવસ્થા સુધી) દરમિયાનના ૧૦૦ થી વધુ માનવ મગજના 3D એટલાસ બનાવવાનું વૈશ્વિક મિશન લોન્ચ કર્યું છે. આ સાથે જ તેમણે ઇસ્કેમિક સ્ટ્રોક (લકવા) થી પ્રભાવિત મગજના કોષોનો અભ્યાસ કરવા માટે 'C-STROKE' એટલાસ પણ રિલીઝ કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ