11 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
GUJARAT CURRENT AFFAIRS #11october2026 | CURRENT AFFAIRS IN GUJARATI | કરંટ અફેર પ્રશ્નો | #gkgujarat
Daily Current Affairs 11 october 2026 in gujarati by jayesh jethava || Top 10 Current Affairs saval & Last 3 Days one liner Current Affairs MCQ revision
11 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava વિડીયોની લિંક નીચે આપેલ છે.
https://youtu.be/MNcpLb9wXM4
1. તાજેતરમાં કોને વીરતા માટે ઇઝરાયલી રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે?
(A) કેપ્ટન સ્મિત મચ્છર
(B) કેપ્ટન વિક્રમ મલ્હોત્રા
(C) કેપ્ટન રાહુલ શર્મા
(D) કેપ્ટન અમિત સિંઘાનિયા
- ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર ને નાગરિક વીરતા માટેનો ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝ્મ' એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે.
- સંબંધિત એરલાઇન્સ:- Flydubai (ફ્લાઇટ FZ1073)
- બચાવવામાં આવેલા જીવ:- 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ
2. તાજેતરમાં કોણે રેકોર્ડ 7મી વખત ચાઇના ઓપન ટેનિસ ટાઇટલ જીત્યું?
(A) કાર્લોસ અલ્કારાઝ
(B) રાફેલ નડાલ
(C) નોવાક જોકોવિચ
(D) જેનિક સિનર
- સર્બિયાના 39 વર્ષીય દિગ્ગજ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે 6 ઓક્ટોબર 2026ના રોજ બેઇજિંગ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને હરાવીને કરિયરનું 7મું ચાઇના ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
- રનર્સ-અપ (ઉપવિજેતા):- એલેક્સ ડી મિનોર (ઓસ્ટ્રેલિયા)
- નોવાક જોકોવિચના કરિયરનું આ 102મું ATP સિંગલ્સ ટાઇટલ છે. હવે તેઓ મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરના 103 ટાઇટલના રેકોર્ડથી માત્ર એક જ ડગલું દૂર છે. (પુરુષ સિંગલ્સમાં સૌથી વધુ 109 ટાઇટલ જીતવાનો ઓપન એરા રેકોર્ડ જિમી કોનર્સના નામે છે)
3. તાજેતરમાં કઈ IIT એ ડિજિટલ કૃષિ શિક્ષણ માટે અવની એપ લોન્ચ કરી હતી?
(A) IIT બોમ્બે
(B) IIT રોપર
(C) IIT દિલ્હી
(D) IIT મદ્રાસ
- આ એપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રોપરના ડિજિટલ કૃષિ માટેના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ANNAM.AI દ્વારા વિકસાવવામાં અને લોન્ચ કરવામાં આવી છે.
- AVNI – Grow with Nature (અવની - પ્રકૃતિ સાથે વિકાસ)
- શાણપણભર્યા પુસ્તકીય જ્ઞાનને બદલે, બાળકો (ખાસ કરીને ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ) તેમની આસપાસના વાતાવરણ, છોડ, પાક અને ખોરાક વિશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી રમત-રમતમાં અને પ્રાયોગિક રીતે શીખી શકે તે માટે આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.
11 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
4. તાજેતરમાં બરફ ચિત્તો માટે ભારતની પ્રથમ ઉચ્ચ-ઊંચાઈવાળી વન્યજીવન સફારી ક્યાં શરૂ કરવામાં આવી હતી?
(A) ઉત્તરાખંડ
(B) હિમાચલ પ્રદેશ
(C) લદ્દાખ
(D) જમ્મુ અને કાશ્મીર
- વન્યજીવન સપ્તાહ (Wildlife Week 2026) ની ઉજવણી દરમિયાન લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા લેહના ચોગલામસર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ખાતેથી 6 ખાસ ડિઝાઇન કરાયેલા ઓપન-બેક વાહનોને લીલી ઝંડી આપીને આ સફારીની શરૂઆત કરવામાં આવી હતી.
- એક અંદાજ મુજબ ભારતમાં કુલ 718 બરફ ચિત્તા છે, જેમાંથી સૌથી વધુ 477 માત્ર લદ્દાખમાં વસવાટ કરે છે. આથી જ લદ્દાખને ગ્લોબલ વાઇલ્ડલાઇફ મેપ પર અગ્રેસર સ્થાન મળ્યું છે.
- આ અનોખી પહેલ લદ્દાખ વહીવટીતંત્રના વન, ઇકોલોજી અને પર્યાવરણ વિભાગ અને 'સ્નો લેપર્ડ એન્ડ હાઇ-એલ્ટિટ્યુડ નેચર કન્ઝર્વેશન' (SHAN) સોસાયટીના સંયુક્ત સહયોગથી ચલાવવામાં આવી રહી છે
5. તાજેતરમાં 'ભારત-યુકે હેલ્થકેર કોન્ક્લેવ 2026 - ભારત આવૃત્તિ' ક્યાં યોજાઈ હતી?
(A) મુંબઈ
(B) નવી દિલ્હી
(C) લંડન
(D) અમદાવાદ
- 'ભારત-યુકે હેલ્થકેર કોન્ક્લેવ 2026 - ભારત આવૃત્તિ' નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
- આ કોન્ક્લેવ “બ્રિજિંગ હેલ્થકેર, એજ્યુકેશન, ઇનોવેશન” (Bridging Healthcare, Education, Innovation) ની થીમ હેઠળ આયોજિત કરવામાં આવી હતી.
- આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન યુકેની બાપિઓ ટ્રેનિંગ એકેડેમી અને મેરેન્ગો એશિયા હોસ્પિટલ્સ દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું.
- કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આ કોન્ક્લેવના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ
6. તાજેતરમાં 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
08 ઓક્ટોબર
09 ઓક્ટોબર
10 ઓક્ટોબર
11 ઓક્ટોબર
- દર વર્ષે સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
- આ દિવસની ઉજવણીની શરૂઆત પ્રથમ વખત વર્ષ 1992માં કરવામાં આવી હતી. તેની શરૂઆત વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) સંસ્થાની પહેલથી થઈ હતી, જેને પાછળથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે.
- વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) દ્વારા વર્ષ 2026 માટે સત્તાવાર થીમ "Lived Experiences Heard: Real Voices, Real Change"
- મુખ્ય હેતુ:- માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવી અને સામાજિક ભેદભાવ નાબૂદ કરવો
11 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
7. તાજેતરમાં કોણે નોબેલ શાંતિ પુરસ્કાર 2026 જીત્યો?
(A) ડોનાલ્ડ ટ્રમ્પ
(B) વોલોડીમીર ઝેલેન્સ્કી
(C) નવનેથમ 'નાવી' પિલ્લઈ
(D) નરગેસ મોહમ્મદી
- 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અને પૂર્વ યુએન માનવાધિકાર વડા નવનેથમ 'નાવી' પિલ્લઈ એ જીત્યો છે.
- નોર્વેની નોબેલ સમિતિ દ્વારા 9 ઓક્ટોબર 2026ના રોજ આ પ્રતિષ્ઠિત પુરસ્કારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
- નાવી પિલ્લઈને શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવા તેમજ યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર (Genocide) ના દોષિતોને કાનૂની દાયરામાં લાવવાના તેમના અવિરત પ્રયાસો બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
- આ પુરસ્કાર આગામી 10 ડિસેમ્બર 2026 ના રોજ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ પર નોર્વેના ઓસ્લો ખાતે ઔપચારિક રીતે એનાયત કરવામાં આવશે, જેમાં 12 મિલિયન સ્વીડિશ ક્રોનરની ઇનામી રકમ આપવામાં આવે છે.
8. તાજેતરમાં સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સના 28મા સભ્ય કોણ બન્યા?
(A) સાઉદી અરેબિયા
(B) બાંગ્લાદેશ
(C) ઘાના
(D) નેપાળ
- ઑક્ટોબર 2026 માં, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પશ્ચિમ આફ્રિકાના દેશોની મુલાકાત દરમિયાન, ઘાનાના વિદેશ મંત્રીએ સત્તાવાર રીતે આ એલાયન્સનું "ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેપ્ટન્સ" (સ્વીકૃતિ પત્ર) ભારતને સોંપ્યું હતું. આ સાથે જ ઘાના સત્તાવાર રીતે આ સંસ્થાનો 28મો સભ્ય દેશ બન્યો છે.
- આ પૂર્વે વર્ષ 2026 માં જ સાઉદી અરેબિયા 26મું સભ્ય અને બાંગ્લાદેશ 27મું સભ્ય બન્યું હતું. ત્યારબાદ ઘાના આ જોડાણમાં સામેલ થયું છે
આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ (IBCA) વિશે મહત્વની માહિતી:
• શરૂઆત: આ જોડાણ ભારતની એક વૈશ્વિક પહેલ છે, જેની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એપ્રિલ 2023 માં 'પ્રોજેક્ટ ટાઇગર' ના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે કરવામાં આવી હતી.
• મુખ્ય મથક (Headquarters): આ આંતરરાષ્ટ્રીય સંગઠનનું મુખ્ય મથક નવી દિલ્હી, ભારત ખાતે આવેલું છે.
• ઉદ્દેશ્ય: દુનિયાની મુખ્ય 7 બિગ કેટ પ્રજાતિઓ—વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો (Snow Leopard), ચિત્તો, જગુઆર અને પૂમા ના સંરક્ષણ અને તેમના ગેરકાયદેસર શિકાર તેમજ વેપારને અટકાવવા માટે વૈશ્વિક સ્તરે દેશોને એક મંચ પર લાવવાનો છે
9. તાજેતરમાં નીતિ આયોગ ડેલ્ટા રેન્કિંગ 2026 માં કોણ ટોચ પર છે?
(A) પૂર્ણિયા (બિહાર)
(B) ગઢચિરોલી (મહારાષ્ટ્ર)
(C) બારામુલા (જમ્મુ અને કાશ્મીર)
(D) ચિત્રકૂટ (ઉત્તર પ્રદેશ)
- નીતિ આયોગ દ્વારા તાજેતરમાં ઑક્ટોબર ૨૦૨૬માં જાહેર કરવામાં આવેલા આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ ના એપ્રિલ-જૂન ૨૦૨૬ ક્વોર્ટરના ડેલ્ટા રેન્કિંગમાં મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
- એક સમયે નક્સલવાદ પ્રભાવિત ગણાતા આ જિલ્લાએ કૃષિ અને જળ સંસાધન ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક પ્રગતિ કરી છે.
- બારામુલા (જમ્મુ અને કાશ્મીર) આ રેન્કિંગમાં દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
- આ કાર્યક્રમની શરૂઆત દેશના સૌથી પછાત ૧૧૨ જિલ્લાઓનો ઝડપી અને અસરકારક રીતે કાયાકલ્પ કરવા માટે જાન્યુઆરી ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી
10 . મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં આબે મેમોરિયલ કોરિડોરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?
(A) અયોધ્યા
(B) લખનૌ
(C) વારાણસી
(D) ગોરખપુર
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં વારાણસી ખાતે આબે મેમોરિયલ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે.
- પ્રોજેક્ટનું નામ:- શિન્ઝો આબે મેમોરિયલ કોરિડોર
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વારાણસીના રુદ્રાક્ષ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ખાસ પ્રસંગે જાપાનના દિવંગત પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના પત્ની આકી આબે (Akie Abe) અને જાપાનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહ્યું હતું
11 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
11. તાજેતરમાં 39 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કોણે નિવૃત્તિ લીધી?
(A) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
(B) નેમાર જુનિયર
(C) લિયોનેલ મેસી
(D) લુકા મોડ્રિચ
- 39 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી એ નિવૃત્તિ લીધી છે.
- મેસીએ 21 વર્ષના ગાળામાં આર્જેન્ટિના માટે રેકોર્ડબ્રેક 207 મેચ રમી અને સૌથી વધુ 125 ગોલ કર્યા છે.
- તેમની કપ્તાની હેઠળ આર્જેન્ટિનાએ 2022 ફિફા વર્લ્ડ કપ, બે વખત કોપા અમેરિકા (2021 અને 2024) અને 2022 ફાઇનલિસિમા જેવા પ્રતિષ્ઠિત ખિતાબો જીત્યા છે
12. નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ કોના નામ પર તામ રાખવામાં આવશે?
(A) અટલ બિહારી વાજપેયી
(B) નરેન્દ્ર મોદી
(C) યોગી આદિત્યનાથ
(D) ચૌધરી ચરણ સિંહ
- નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (જેવર એરપોર્ટ) નું નામ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નામ પરથી "નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નોઇડા-જેવર" રાખવામાં આવશે. આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
- નામકરણનો ઉદ્દેશ્ય:- પીએમ મોદીના 25 વર્ષના સફળ નેતૃત્વ અને જાહેર સેવાના સન્માનમાં
0 ટિપ્પણીઓ