10 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
GUJARAT CURRENT AFFAIRS #10october2026 | CURRENT AFFAIRS IN GUJARATI | કરંટ અફેર પ્રશ્નો | #gkgujarat
10 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેરનો વિડીયો અહીંથી જુઓ'
1. તાજેતરમાં કોણે 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર જીત્યો?
a) હારુકી મુરાકામી
b) એન કાર્સન
c) હેન કાંગ
d) કેન ઝુએ
ઓક્ટોબર 2026 Daily Current Affairs by Jayesh Jethava || GPSC GSSSB Talati Police Forest Guard @angelknowledgeworld
- સ્ટોકહોમ સ્થિત સ્વીડિશ અકાદમી દ્વારા સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.
- વર્ષ 2026 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કેનેડિયન કવયિત્રી અને લેખિકા એન કાર્સન એ જીત્યો છે.સ્વીડિશ અકાદમીએ તેમના "સાહસિક અને નવીન સાહિત્યિક સર્જન માટે, જે શાસ્ત્રીય પરંપરા સાથે રમતિયાળ સંવાદ સાધીને સમકાલીન સાહિત્ય માટે નવા સ્વરૂપો રચે છે" તે બદલ આ સર્વોચ્ચ સન્માન આપ્યું છે.
- સાહિત્યનો નોબેલ મેળવનાર 19મા મહિલા અને કેનેડાના બીજા લેખક
- ઇનામની રકમ 12 મિલિયન સ્વીડિશ ક્રોનર (આશરે $1.2 મિલિયન)
2. તાજેતરમાં કયા રાજ્ય સરકારે અન્નન સીર યોજના શરૂ કરી?
a) ગુજરાત
b) કેરળ
c) આંધ્રપ્રદેશ
d) તામિલનાડુ
- તામિલનાડુ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ના નેતૃત્વ હેઠળ પોતાની ફ્લેગશિપ 'અન્નન સીર યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે.
- 'અન્નન સીર યોજના' તમિલ સંસ્કૃતિમાં 'અન્નન સીર' નો અર્થ 'મોટા ભાઈ તરફથી લગ્નમાં મળતી ભેટ' એવો થાય છે. રાજ્ય સરકાર આ યોજના દ્વારા કન્યાના મોટા ભાઈની ભૂમિકા ભજવી રહી છે.
- આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી નવવધૂઓને (કન્યાઓને) લગ્ન સમયે 8 ગ્રામ (22 કેરેટ) સોનાનો સિક્કો અને એક રેશમી સાડી ભેટ સ્વરૂપે આપવામાં આવશે
ઓક્ટોબર 2026 Daily Current Affairs by Jayesh Jethava || GPSC GSSSB Talati Police Forest Guard @angelknowledgeworld
https://www.youtube.com/playlist?list=PLR6SWvgXNjkc
3. હરમનપ્રીત કૌર રાજીનામું આપ્યા પછી તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા?
a) શેફાલી વર્મા
b) દીપ્તિ શર્મા
c) સ્મૃતિ મંધાના
d) જેમિમા રોડ્રિગ્સ
- ભારતીય મહિલા ટીમની લાંબા સમય સુધી કેપ્ટન રહેલી હરમનપ્રીત કૌરે 6 ઓક્ટોબર, 2026 ના રોજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20) ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.
- ત્યારબાદ BCCI દ્વારા સત્તાવાર રીતે સ્મૃતિ મંધાનાને ટીમના નવા ફૂલ-ટાઇમ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- મંધાનાની સાથે ટીમમાં નવા વાઇસ-કેપ્ટનની પણ જાહેરાત કરાઈ છે, જેમાં શેફાલી વર્માને T20I ટીમના અને દીપ્તિ શર્માને ODI ટીમના વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
- હરમનપ્રીત કૌર હવે ટીમમાં માત્ર એક ખેલાડી (બેટર) તરીકે રમવાનું ચાલુ રાખશે.
4. તાજેતરમાં 'વિશ્વ ટપાલ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
a) 07 ઓક્ટોબર
b) 08 ઓક્ટોબર
c) 09 ઓક્ટોબર
d) 10 ઓક્ટોબર
- દર વર્ષે 9 ઓક્ટોબર ના રોજ વૈશ્વિક સ્તરે ટપાલ સેવાઓના મહત્વને રેખાંકિત કરવા અને લોકોના રોજિંદા જીવન તેમજ વ્યવસાયોમાં તેના પ્રદાનની જાગૃતિ લાવવા માટે વિશ્વ ટપાલ દિવસ ઉજવાય છે.
- વર્ષ 1874માં સ્વિટ્ઝર્લેન્ડની રાજધાની બર્ન ખાતે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી.
- આ ઐતિહાસિક ઘટનાની યાદમાં વર્ષ 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી UPU કોંગ્રેસમાં 9 ઓક્ટોબરને 'વિશ્વ ટપાલ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- આ વર્ષની સત્તાવાર થીમ "One postal network, infinite possibilities"
- ભારતમાં વિશ્વ ટપાલ દિવસની સાથે જ 'રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ' ની શરૂઆત થાય છે, જે 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવે છે.
Monthly Current affairs સપ્ટેમ્બર 2026 મંથલી કરંટ અફેર્સ | #gujaraticurrentaffairs
https://youtu.be/nkv_kFwr-fI
5. તાજેતરમાં કયા દેશના વડા પ્રધાને AI ના દુરુપયોગને રોકવા માટે તેમના અવાજને ટ્રેડમાર્ક કરવા માટે અરજી કરી હતી?
a) ફ્રાન્સ
b) ઇટાલી
c) જર્મની
d) યુનાઇટેડ કિંગડમ
- ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની એ ઓક્ટોબર 2026માં યુરોપિયન યુનિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ (EUIPO) માં પોતાના અવાજને સાઉન્ડ ટ્રેડમાર્ક તરીકે રજીસ્ટર કરવા માટે સત્તાવાર અરજી કરી છે.
- આ અરજી સાથે તેમણે 4 સેકન્ડની એક ઓડિયો ક્લિપ જોડી છે, જેમાં તેઓ ઇટાલિયન ભાષામાં બે વાર "Io sono Giorgia Meloni" (હું જ્યોર્જિયા મેલોની છું) બોલે છે
- જ્યોર્જિયા મેલોની વિશ્વના પ્રથમ એવા મુખ્ય રાજનેતા/વડાપ્રધાન બન્યા છે જેમણે AI સામે રક્ષણ મેળવવા પોતાના અવાજને ટ્રેડમાર્ક કરાવવા અરજી કરી હોય
- મુખ્ય ઉદ્દેશ્ય:- AI વોઈસ ક્લોનિંગ, ડીપફેક અને ખોટા રાજકીય પ્રચારને અટકાવવા
a) ઓડિશા
b) ગુજરાત
c) કેરળ
d) તમિલનાડુ
- ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ 12મી રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ કવાયત SAREX-2026 ઓડિશાના પારાદીપ કિનારાથી આશરે 45 કિમી દૂર સમુદ્રમાં યોજવામાં આવી હતી
- આ વર્ષની કવાયતનો મુખ્ય વિષય "ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શોધ અને બચાવ સજ્જતા તેમજ દરિયાઈ સુરક્ષા મજબૂત કરવી"
- કવાયતનું નામ:- SAREX-2026 (12મી આવૃત્તિ)
- આયોજક સંસ્થા:- ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)
GK Gujarat | Gujarat GK | સામાન્ય જ્ઞાનના પ્રશ્નો |Top 100 GK MCQ | જનરલ નોલેજ પ્રશ્નો|#gkgujarat
#gujarati_current_affairs_gujarat
#current_affairs_today_gujarat
#10october2026DailyCurrentAffairsGujarat
10 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
7. તાજેતરમાં આર્થિક રીતે વંચિત પરિવારોને મદદ કરવા માટે કયા રાજ્યએ 'સમાવિષ્ટ આજીવિકા યોજના' શરૂ કરી?
a) રાજસ્થાન
b) પંજાબ
c) ગુજરાત
d) ઝારખંડ
- આર્થિક રીતે વંચિત અને અત્યંત ગરીબ પરિવારોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે તાજેતરમાં ઝારખંડ રાજ્ય સરકાર દ્વારા 'સમાવિષ્ટ આજીવિકા યોજના' શરૂ કરવામાં આવી છે
- ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.
- તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અત્યંત ગરીબ અને વંચિત પરિવારોની આજીવિકામાં સુધારો કરીને તેમનું સામાજિક અને આર્થિક સ્તર ઊંચું લાવવાનો છે.
- આ યોજનાના પ્રથમ બે તબક્કા હેઠળ ઝારખંડના અંદાજે 41,000 અત્યંત ગરીબ પરિવારોને આવરી લેવાની અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાની જવાબદારી
- વૈશ્વિક શિપિંગ અને મેરીટાઇમ ક્ષેત્રના અગ્રણીઓની બનેલી સંસ્થા 'ગ્લોબલ મેરીટાઇમ ફોરમ' ની વાર્ષિક સમિટ 21-22 ઓક્ટોબર 2026 દરમિયાન શાંઘાઈ, ચીન ખાતે યોજાનાર છે.
- ચીનમાં આ સમિટનું આયોજન થઈ રહ્યું હોય તેવું આ પ્રથમ વખત છે. આ વર્ષની સમિટની મુખ્ય થીમ "Shared Seas, Shifting Horizons"
a) મુંબઈ
b) નવી દિલ્હી
c) ગાંધીનગર
d) બેંગલુરુ
- કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન ની અધ્યક્ષતામાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 57મી GST કાઉન્સિલની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી.
- આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
- મુખ્ય કેન્દ્રબિંદુ:- ટેક્સ પ્રક્રિયામાં સુધારો અને વેપારીઓ માટે 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'
10 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
0 ટિપ્પણીઓ