12 ઓક્ટોબર 2026 ડેઈલી કરંટ અફેર પ્રશ્નો || Daily Current Affairs in gujarati by Jayesh Jethava
GUJARAT CURRENT AFFAIRS #12october2026 | CURRENT AFFAIRS IN GUJARATI | કરંટ અફેર પ્રશ્નો | #gkgujarat
Daily Current Affairs 12 october 2026 in gujarati by jayesh jethava || Top 10 Current Affairs saval & Last 3 Days one liner Current Affairs MCQ revision
1. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
A) 24 જાન્યુઆરી
B) 8 માર્ચ
C) 11 ઓક્ટોબર
D) 5 સપ્ટેમ્બર
- 11 ઓક્ટોબર, 2026 ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ (International Day of the Girl Child) ઉજવવામાં આવ્યો છે.
- સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA) દ્વારા ડિસેમ્બર 2011 માં એક ઠરાવ પસાર કરીને દર વર્ષે 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
- વિશ્વમાં સૌપ્રથમવાર આ દિવસની ઉજવણી 11 ઓક્ટોબર, 2012 ના રોજ કરવામાં આવી હતી.
- વર્ષ 2026 માટેની સત્તાવાર થીમ "બાળ લગ્નનો અંત લાવો અને કન્યાઓના અધિકારોમાં રોકાણ કરો" ("End child marriage and invest in girls' rights")
- ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરી ના રોજ 'રાષ્ટ્રીય કન્યા દિવસ' ઉજવાય છે, જ્યારે 11 ઓક્ટોબરે 'આંતરરાષ્ટ્રીય' સ્તરે આ દિવસની ઉજવણી થાય છે.
2. તાજેતરમાં કયા રાજ્યના પ્રસિદ્ધ 'અંબાજી મોહનથાળ પ્રસાદ'ને GI ટેગ આપવામાં આવ્યો છે?
(A) ગુજરાત
(B) મધ્ય પ્રદેશ
(C) રાજસ્થાન
(D) ઉત્તર પ્રદેશ
- ગુજરાત રાજ્યના વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને Geographical Indication (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે.
- આ પ્રતિષ્ઠિત દરજ્જો મેળવવા માટે 'શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા અરજી કરવામાં આવી હતી. આ પ્રસાદની નોંધણી ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી (Class-30) હેઠળ કરવામાં આવી છે.
- અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આયોજિત વિશેષ સમારોહમાં જીઆઈ રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિત દ્વારા આ સર્ટિફિકેટ સત્તાવાર રીતે એનાયત કરાયું છે
- મુખ્ય લાભ:- કાનૂની સંરક્ષણ, શુદ્ધતાની ખાતરી અને અનધિકૃત નકલ પર રોક
3.તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ઘરેલુ હિંસા સામે લડવા 'સ્પીક અપ' નામની ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે?
[A] કર્ણાટક
[B] કેરળ
[C] તમિલનાડુ
[D] મધ્ય પ્રદેશ
- ગાર્હિક હિંસા (ઘરેલું હિંસા) અટકાવવા અને પીડિતોને સુરક્ષા પૂરી પાડવા માટે તાજેતરમાં કેરળ રાજ્યની પોલીસે 'સ્પીક અપ' (Speak Up) નામની એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
- આ અભિયાનનું મુખ્ય સૂત્ર "સહનશીલતાનો અંત લાવો, હવે બોલવાનો સમય આવી ગયો છે" (End endurance, it is time to speak up) રાખવામાં આવ્યું છે.
- આ વિશેષ ટાસ્ક ફોર્સની જવાબદારી ઇન્સ્પેક્ટર જનરલ (IG) કક્ષાના મહિલા અધિકારી અજીથા બેગમ (IPS) ને સોંપવામાં આવી છે
4. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલ ‘વીરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ’ ને દેશ/રાજ્યના ત્રીજા ચિત્તા નિવાસસ્થાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
- (A) ગુજરાત
- (B) રાજસ્થાન
- (C) મધ્ય પ્રદેશ
- (D) ઉત્તર પ્રદેશ
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ રિઝર્વમાં બે ચિત્તા (વ્યોમ અને નીરા) મુક્ત કરીને તેને સત્તાવાર રીતે રાજ્યનું ત્રીજું ચિત્તા નિવાસસ્થાન બનાવ્યું છે.
- વીરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ મધ્ય પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં આવેલા સાગર, દમોહ અને નરસિંહપુર જિલ્લાઓમાં ફેલાયેલું છે. તે આશરે 2,339 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું મધ્ય પ્રદેશનું સૌથી મોટું ટાઇગર રિઝર્વ છે.
- આ અગાઉ 'નૌરાદેહી અભયારણ્ય' તરીકે પણ ઓળખાતું હતું. નૌરાદેહી અને વીરંગના દુર્ગાવતી વન્યજીવ અભયારણ્યોને જોડીને સપ્ટેમ્બર 2023માં તેને મધ્ય પ્રદેશનું 7મું અને ભારતનું 55મું ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.
- 1. કુનો નેશનલ પાર્ક (પ્રથમ નિવાસસ્થાન)
- 2. ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય (બીજું નિવાસસ્થાન)
- 3. વીરંગના દુર્ગાવતી ટાઇગર રિઝર્વ (હવે ત્રીજું નિવાસસ્થાન બન્યું છે
5. તાજેતરમાં પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
(A) હરપ્રીત સિંહ સિદ્ધુ
(B) ડૉ. શરદ સત્ય ચૌહાણ
(C) ગૌરવ યાદવ
(D) વી. કે. ભાવરા
- પંજાબના નિયમિત (Regular) પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે ગૌરવ યાદવની નિમણૂક કરવામાં આવી છે.
- ગૌરવ યાદવ પંજાબ કેડરના 1992 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. તેઓ જુલાઈ 2022થી પંજાબના કાર્યકારી DGP તરીકે સેવા આપી રહ્યા હતા, જેમને હવે પૂર્ણકાલીન જવાબદારી સોંપવામાં આવી છે
- પંજાબના કાયમી પોલીસ વડા તરીકે ગૌરવ યાદવનો કાર્યકાળ ચાર્જ સંભાળ્યાની તારીખથી ઓછામાં ઓછો બે વર્ષનો રહેશે
6. તાજેતરમાં વાઘ સંરક્ષણ માટે CATS ની વૈશ્વિક મંજૂરી મેળવનાર 'નામેરી ટાઇગર રિઝર્વ' કયા રાજ્યમાં આવેલું છે?
(A) આસામ
(B) ઉત્તરાખંડ
(C) મધ્યપ્રદેશ
(D) કર્ણાટક
- વાઘ સંરક્ષણ માટે CATS (Conservation Assured Tiger Standards) ની વૈશ્વિક મંજૂરી મેળવનાર નામેરી ટાઇગર રિઝર્વ (Nameri Tiger Reserve) આસામ રાજ્યમાં આવેલું છે.
- નામેરીને આ મંજૂરી મળતાં જ, હવે આસામના તમામ 4 ટાઇગર રિઝર્વ (કાઝીરંગા, માનસ, ઓરાંગ અને નામેરી) CA|TS દ્વારા માન્યતા પ્રાપ્ત બની ચૂક્યા છે.
- આ ટાઇગર રિઝર્વ આસામના સોણિતપુર (Sonitpur) જિલ્લામાં પૂર્વી હિમાલયની તળેટીમાં આવેલું છે. તે અરુણાચલ પ્રદેશના પાખુઈ (પાક્કે) ટાઇગર રિઝર્વ સાથે સરહદ વહેંચે છે
- વર્ષ 2027માં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ 'સાયબરટેક એશિયા' (CyberTech Asia 2027) નું આયોજન મહારાષ્ટ્ર રાજ્ય (મુંબઈ) દ્વારા કરવામાં આવશે.
- આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 17-18 માર્ચ 2027 દરમિયાન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
- મુખ્ય વિષયો:-સાયબર સુરક્ષા, AI, ડિજિટલ ઇનોવેશન અને મહાસાયબર (MahaCyber) પહેલ
- સ્પેનની ટીમે FIFA વર્લ્ડ કપ 2026 નું પ્રભાવશાળી પ્રદર્શન અને જીત મેળવ્યા બાદ રેન્કિંગમાં ટોચનું સ્થાન (Summit) હાંસલ કર્યું છે અને હાલમાં પણ તે વિશ્વની નંબર-1 ટીમ તરીકે યથાવત છે.
- આર્જેન્ટિનાની ટીમ સ્પેન પછી બીજા ક્રમે આવે છે. તે લાંબા સમય સુધી ટોચ પર રહી હતી પરંતુ તાજેતરના ફેરફારો બાદ તે બીજા સ્થાને સરકી ગઈ છે.
- યુરોપની બે મજબૂત ટીમો ફ્રાન્સ ત્રીજા સ્થાને અને ઇંગ્લેન્ડ ચોથા સ્થાને પોતાની પકડ મજબૂત રાખવામાં સફળ રહી છે
- ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026 (IMC 2026) ની ૧૦મી આવૃત્તિ નવી દિલ્હી ના યશોભૂમિ (ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે ૭ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સફળતાપૂર્વક યોજાઈ હતી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ આ ઇવેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.
- આ વર્ષની થીમ "Scale Without Boundaries" (અવિરત વિસ્તરણ)
- આ ચાર દિવસીય વૈશ્વિક ટેક મહોત્સવમાં 6G ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, સેટેલાઇટ ઇન્ટરનેટ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવીનતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત...
- પુણે સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર Mantra Group એ ઓક્ટોબર ૨૦૨૬માં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.
- આ જોડાણ અંતર્ગત રણબીર કપૂર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) રોહિત ગુપ્તા સાથે એક નવી બ્રાન્ડ ફિલ્મ (જાહેરાત) માં જોવા મળશે. તે સિવાય તેઓ કંપનીની આગામી ગ્રાહક ઝુંબેશ 'ધ ફેસ્ટિવલ ઓફ ચોઈસીસ' (The Festival of Choices) નું પણ નેતૃત્વ કરશે.
0 ટિપ્પણીઓ