નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ વર્ષ 2026 જાહેરનામું

નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ વર્ષ 2026 જાહેરનામું 

NMMS પરીક્ષા વિશે માહિતી

NMMS (National Means-cum-Merit Scholarship) એ ધોરણ ૮ માં અભ્યાસ કરતા તેજસ્વી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા છે.
મુખ્ય માહિતી અને પાત્રતા:
વર્ષ 2026 નું જાહેરનામું નીચેની લિંકમાં આપેલ છે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:- 15/10/2026 થી 24/10/2026

  • ઉદ્દેશ્ય: ધોરણ ૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવી.
  • શાળાની પાત્રતા: વિદ્યાર્થી સરકારી, લોકલ બોડી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • અભ્યાસના ગુણ: ધોરણ ૭ ની વાર્ષિક પરીક્ષામાં જનરલ/OBC માટે ઓછામાં ઓછા ૫૫% અને SC/ST માટે ૫૦% ગુણ હોવા જરૂરી છે.
  • વાલીની આવક: વાલીની વાર્ષિક આવક ₹ ૩,૫૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઈએ.
  • શિષ્યવૃત્તિની રકમ: મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને દર મહિને ₹ ૧,૦०० (વાર્ષિક ₹ ૧૨,૦૦૦) લેખે ૪ વર્ષ (ધોરણ ૯ થી ૧૨) માટે કુલ ₹ ૪૮,૦૦૦ ની સહાય મળે છે.


નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ

શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો :

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ!૧૦૦૦/- લેખે વાર્ષિક રૂ! ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. (રાજ્યનો કુલ ક્વોટા ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે)
શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ National Scholarship Portal પર ફ્રેશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
National Scholarship Portal ની સુચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઇ એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજુ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિની બાબતમાં રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.


પરીક્ષાનું માળખું (Exam Pattern):
પરીક્ષા બે વિભાગમાં લેવાય છે, જેમાં દરેક વિભાગના ૯૦ ગુણ અને ૯૦ મિનિટનો સમય હોય છે:
1. MAT (Mental Ability Test - માનસિક યોગ્યતા કસોટી): ૯૦ પ્રશ્નો (૯૦ ગુણ)
2. SAT (Scholastic Aptitude Test - શૈક્ષણિક યોગ્યતા કસોટી): ૯૦ પ્રશ્નો (૯૦ ગુણ - જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નો હોય છે)
• નેગેટિવ માર્કિંગ: આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી.
અરજી અને ઓફીશીયલ વેબસાઇટ: https://www.sebexam.org/
• ઓનલાઇન ફોર્મ સત્તાવાર વેબસાઇટ SEB Exam Portal પરથી ભરી શકાય છે.

એન એમ એસ પરીક્ષા 2026


ક્વૉલિફાઇંગ ગુણ:

જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ મેળવવાના રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.
વિદ્યાર્થીની લાયકાત:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ